21/09/2022 Latest News

NEWS (1) ગુજરાત રાજ્ય

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે આવવાની છે અને આ ચુંટણી પહેલા ગુજરાત વિધાનસભાનું છેલ્લું બે દિવસનું સત્ર શરૂ થનાર છે. આ ગુજરાતનું છેલ્લું સત્ર છે આ સત્ર પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી જશે.

NEWS (2) ફ્રાંસના રાષ્ટ્રપતિ

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની ફ્રાંસના રાષ્ટ્રપતિ એ પ્રસંશા કરી છે વાત એમ છે કે સમરકંદ માં SCO ની બેઠકમાં ભારતના પ્રધાન મંત્રી એ રશિયાના રાષ્ટ્રપતિ શ્રી પુતિન ને કહ્યું હતું કે યુદ્ધ ખોટું થઈ રહ્યું છે અને આ વાત ની ફ્રાન્સ અને અમેરિકા એ પણ પ્રશંસા કરી છે.

NEWS (3) શ્રીકાશી એકેડમીક કાઉન્સિલ 

શ્રીકાશી એકેડમિક કાઉન્સિલ ના અધ્યક્ષ અને સંસ્કૃત ના પ્રકાંડ વિદ્વાન પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી આચાર્ય રામયતં શુક્લ નું નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા.

NEWS (4) ભારત અને ઘાના 

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ભારતના વિદેશમંત્રી શ્રી એસ જયશંકર એ ઘાના ના રાષ્ટ્રપતિ શ્રી નાના અકુફો એડો ની સાથે મુલાકાત કરી છે.

NEWS (5) પીએમ કેયર્સ ફંડ 

પીએમ કેયર્સ ફંડ ના ટ્રસ્ટી શ્રી રતન ટાટા ને બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ શ્રી કેટી થોમસ અને પૂર્વ લોકસભાના ઉપાધ્યક્ષ શ્રી કારીયા મુંડા પણ આ ફંડ ના ટ્રસ્ટી હશે.

Leave a Comment